Saturday, December 1, 2012

હું ક્યાં કહું છું


તારીખ: - ૦૧/૧૨/૨૦૧૨.
સ્થળ: - વડોદરા


હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
એવી તો બેદિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ.
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......

શાયર: - ‘મરીઝ’

નોંધ: - ‘મરીઝ’ ની આ ગઝલ મનહર ઉધાસ ના અવાઝ માં સાંભળેલી એજ અહી લખી છે.
એમનું પૂરું નામ પણ આજેજ જાણ્યું. ‘અબ્બાસ અબ્દુલઅલી વાસી’.

Thursday, November 29, 2012

એક મયખાનું ચાલે છે

Date : - 29/11/2012
વડોદરા,


ગુજરાતી ગઝલ,

 એક મયખાનું ચાલે છે 

"જો સુરા પીવી જ હોતો શાન ની સાથે પીઓ  ,
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીઓ ,
ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ।"




એક મયખાનું ચાલે છે આલમ મહીં ,
ચંદ્ર પણ જામ છે ,સૂર્ય પણ જામ છે,
દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ,
ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે।

                                        એક મયખાનું ચાલે છે આલમ મહીં
પાપ ને પુણ્ય જેવું કશુંય નથી, માત્ર નીતિ ના મૂલ્યાંકનો છે જુદા
ખૂબ સમજી લે મન, તારા કર્મો થકી તુંજ ખુદ સ્વર્ગ કે નર્ક નું ધામ છે।

                                        એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

જળની ધારા ગમે તેવા પાષણ ને એક ધારી પડે તોજ ભેદી શકે,
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે, યત્ન કર ખંત થી એજ પયગામ છે।

                                        એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

થઈ ગયા સાચ ને જૂઠ ના પારખા, મિત્ર પડખે નથી શત્રુ સામે નથી,
ઓ મુસીબત અમારી સલામો તને, આજ તારા પ્રતાપે જ આરામ છે।

                                        એક મયખાનું ચાલે છે આલમ મહીં ,

'શૂન્ય' તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રોલોભન  તો ક્યાંથી નડે,
પ્રેમ નિષ્પક્ષ છે રૂપ નિર્લેપ છે, કર્મ નિસ્વાર્થ છે ભક્તિ નિષ્કામ છે।


                                        એક મયખાનું ચાલે છે આલમ મહીં ,
                                        ચંદ્ર પણ જામ છે ,સૂર્ય પણ જામ છે,
                                        દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ,
                                        ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે।

                                                                                                      શાયર: - શૂન્ય પાલનપુરી


Sunday, November 25, 2012

first

well ફરી એકવાર ચીને અરુણાચલ પ્રદેશ ને પોતાનું બતાવ્યું અંદ ફરી એકવાર આપણા નેતાઓ એ એને સખત-સખત શબ્દોમાં વખોડી કાઢ્યું।
સરહદ પાર ચીનની લશ્કરી તૈયારીઓ જોતા એવું લાગે છે કે 1962 નું પુનરાવર્તન થવાને હવે બહુ વાર નથી।