Saturday, December 1, 2012

હું ક્યાં કહું છું


તારીખ: - ૦૧/૧૨/૨૦૧૨.
સ્થળ: - વડોદરા


હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
એવી તો બેદિલી થી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......
પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલન ની ક્યાંક જગા હોવી જોઈએ.
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
                        હું ક્યાં કહું છું.......

શાયર: - ‘મરીઝ’

નોંધ: - ‘મરીઝ’ ની આ ગઝલ મનહર ઉધાસ ના અવાઝ માં સાંભળેલી એજ અહી લખી છે.
એમનું પૂરું નામ પણ આજેજ જાણ્યું. ‘અબ્બાસ અબ્દુલઅલી વાસી’.

No comments:

Post a Comment